Top Songs By Yashika Sikka
Similar Songs
Credits
PERFORMING ARTISTS
Yashika Sikka
Lead Vocals
Aditya Gadhvi
Lead Vocals
Siddharth Amit Bhavsar
Lead Vocals
COMPOSITION & LYRICS
Aditya Gadhvi
Songwriter
Parth Bharat Thakkar
Composer
Lyrics
કળજુગ નો કન્હૈયો, વળી દિલ જીતનારો
હઉ ને વાલો લાગે પરાણે, એ પ્રેમ નો પર્યાય
એના મન માં શું હાલે, ભાઈ કોઈ નવ જાણે?
પણ એ તો જાણે બધા ના દલડાં ની વાત
અને ધાર્યું એના મન નું એ કરતો કરાવતો
ને સામ, દામ, દંડ, ભેદ કોઈ પણ ઉપાય
પ્રેમ માં પડવું એના માટે એક રમત છે
ભલે પછી દિલ ના કટકા થઇ જાય
નટખટ નખરાળો, જાણે નંદજી નો લાલો
હઉને પ્રાણ થીએ પ્યારો, એ તો લાગે બોઉ વાલો
જીવન જીવાડે વળી સૌવને નચાડે
જાણે દુનિયા ના રંગો એની નજરે બતાડે
બોલે મીઠું મધ જેવું બધાને ફસાવે
પાછો એના સુર તાલે આખા જગ ને રમાડે
અને હસતો હસાવતો ને ગીત ગવડાવતો
રાજી રાખે દુનિયા ને મુખ મલકાવતો
દિલ નો એ બાજીગર, જોને કેવો જાદુગર
દિલો ને મિલાવે ગમે તેમ એવો કારીગર
રંગ રંગીલો અને થોડો છે હઠીલો
મારો કાનુડો કોડીલો સદા રહેતો મોજીલો
મુરલીધર મનમોહન સુરત, ક્રિષ્ન કનૈયો મારે આંગણે આવ્યો
જનન-જનન જન જાંજર બાજે
સકલ જગત માં આનંદ છાયો (આનંદ છાયો)
મોર મુકુટ પર બંસી સોહે
હરખાતો મલકાતો આયો રે
ઓ, ગુણ ગાઉં હું કેમ કરી તારા?
જોયા કરું, મૌન ભરી
ધન્ય થઈ આ, આ ઘડી મારી
હૈયે વસ્યો તું મોરારી
બોલ્યા વિના હું, કહું છું ઘણું
સમજે નહિ તે, શું હું કરું?
તારી સાથે પળ જે વિતાવું
મન માં પણ એ જીવ્યા કરું
Luv ની love stories
Luv ની love stories
Luv ની love stories
Luv ની love stories
Written by: Aditya Gadhvi, Parth Bharat Thakkar